પ્રેમ એટલે આશ, પ્રેમ એટલે શ્વાસ…પ્રેમ એટલેઆપણી વચ્ચેનો આ અતુટ વિશ્વાસ…
પ્રેમ એટલેઆપણા અલગ-અલગ સપનાઓનેએક તાંતણે બાંધવાનો પ્રયાસ…
પ્રેમ એટલેએક મેકના મન તરફ, મન માટેજીદંગીભરનો સુંદર પ્રવાસ…
પ્રેમ એટલેઆપણે બે હતા હવે એક થયાજાણે આ ધરતી ને આકાશ…
પ્રેમ એટલેતને ઓઢુ, તને પહેરુ, તને શ્વસુતુંજ રહે સદા મારી આસ-પાસ…..
-રાજીવ ગોહિલ
No comments:
Post a Comment